મોરબી નજીક કાર ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને ગંભીર ઇજા
SHARE









મોરબી નજીક કાર ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને ગંભીર ઇજા
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટોયોટોના શોરૂમ સામેથી પગપાળા ચાલીને પસાર થઈ રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને માથામાં તેમજ હાથે પગે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ ટંકારા તાલુકાના વીરપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર એ.જે. કંપનીની પાછળ યદુનંદન પાર્કમાં રહેતા રમેશભાઈ રમણીકભાઈ સનાળીયા (25) નામનો યુવાન મોરબીના રાજકોટ હાઇવે રોડ ઉપર સિદ્ધિ વિનાયક ટોયોટોના શોરૂમ સામેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે 3 જેએલ 8005 ના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં રમેશભાઈને માથા, હાથે, પગે અને શરીરે ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વધુ પડતી ગોળીઓ પી જતા સારવારમાં
મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર આવેલ ધૂતારીની વાડીમાં રહેતા દિશાબેન લાલજીભાઈ ઉપસરીયા (23) નામની મહિલા કોઈ કારણોસર વધુ પડતી તાવની ગોળીઓ પી જતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા અનિતાબેન મહેશભાઈ ડુંગરા 25 અને રૂપાબેન રમેશભાઈ સુરેલા 15 નામના બે વ્યક્તિ કોઈ કારણોસર ઘરે ફિનાઈલ પી જતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.
મહિલા સારવારમાં
મોરબીના ચામુડા નગરમાં રહેતા જમનાબેન સવજીભાઈ સોલંકી (57) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે ગોઠણમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
