મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા


SHARE

















માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા

માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ હોટલ સામેથી રીક્ષામાં બેસીને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં રિક્ષામાં બેઠેલ યુવાન રોડ ઉપર ફંગોળાઈ જતા તેના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી જતા તેને બંને પગ તથા માથાના પાછળના ભાગે ઇજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ટ્રક ચાલક તમે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળિયા તાલુકાના હંજિયાસર ગામે રહેતા નિજામભાઇ જુસબભાઇ મોવર (29)એ ટ્રક નંબર જીજે 32 વી 9993 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેમાળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ સામેથી તે રીક્ષા નંબર જીજે 27 યુ 4875 માં બેસીને પસાર થઈ રહયો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી રીક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી રિક્ષામાંથી ફંગોળાઈ જતા રસ્તા ઉપર નીચે ટકાયો હતો અને ત્યારે તેના બંને પગ ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી જવાના કારણે ડાબા પગમાં ઢીંચણ અને પેનીના ભાગે તથા જમણા પગમાં સાથળના ભાગે અને ઢીંચણના ભાગે તેમજ માથામાં પાછળના ભાગમાં ગંભીર થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના જૂની પીપળી ગામ પાસે જેટકો ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બીપીન નારાયણ (28) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિમોન સીરામીક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અજયસિંહ કરણસિંહ ચૌહાણ (43) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના માથક ગામે રહેતા વિજયભાઈ જેસાભાઇ જેતપરા (38) નામનો યુવાન બાઇક લઈને ચૂંણી ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને માથામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News