મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ
SHARE









મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ
મોરબી શહેરના લખધીર વાસ ચોક ખાતે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે મોરબી જલારામ ધામ દ્વારા ગણપતિજી મહારાજને મોદક પ્રસાદ ધરવામાં આવ્યો હતો, તે ઉપરાંત દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ તકે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવના આયોજક કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોશી સહીતની ટીમ દ્વારા મોરબી જલારામ ધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સુનિલભાઈ પુજારા, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, મનોજભાઈ ચંદારાણા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ સહીતનાઓનું અભિવાદન કરી સેવાને બિરદાવી હતી.
