ખેલે ભી ખીલે ભી: મોરબીના ધારાસભ્યો-અધિકારીઓની હાજરીમાં સાયકલ રેલી યોજાઈ
વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં આગ: 4000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ
SHARE







વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં આગ: 4000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ
વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ પેપર મિલ વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં આગ કારખાનામાં પ્રસરી જવાના કારણે વેસ્ટ પેપરનો જથ્થો આગની જપેટમાં આવી ગયો હતો અને વેસ્ટ પેપર તથા કારખાનાના શેડમાં મોટું નુકસાન થયેલ છે હાલમાં આગને કાબુમાં લેવા માટે થઈને વાંકાનેર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર છે અને પાણીનો મારો ચલાવી રહી છે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં જામસર ચોકડી પાસે શિવપુર રોડ ઉપર આવેલ એક્સેલ પેપર મિલમાં કોઈ કારણોસર વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી હતી જેથી કરીને આ અંગેની જાણ તાત્કાલિક વાંકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને કરવા ફાયરની ટીમ ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે આગ હજુ સુધી સંપૂર્ણ કાબુમાં આવેલ નથી અને આગ કારણે વેસ્ટ પેપરના મોટા જથ્થોમાં તથા કારખાનામાં શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે જે જગ્યા ઉપર આગ લાગવાની ઘટના બની છે ત્યાં અંદાજે 4000 ટન જેટલો વેસ્ટ પેપરનો જથ્થો પડ્યો હતો અને તે વેસ્ટ પેપરનો જથ્થો આગની જપેટમાં આવી ગયો હોવાના કારણે વેસ્ટ પેપર તથા શેડમાં કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે હાલમાં પણ વાંકાનેર નગરપાલિકાને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર છે અને આગને કાબુમાં લેવા માટે થઈને પાણીઓ મારો ચલાવવામાં આવી રહ્યો છે
