વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં આગ: 4000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ
મોરબી તાલુકમાંથી ઓરિસ્સાના શખ્સે કર્યું સગીરાનું અપહરણ
SHARE
મોરબી તાલુકમાંથી ઓરિસ્સાના શખ્સે કર્યું સગીરાનું અપહરણ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ઓરિસ્સાના શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ હળવદ તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું ગત તા. 7/8/2025 ના રોજ અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલ રંગપર ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રહે ઓરિસ્સા રહેવાસી સુજિયો ઉર્ફે શિપુની નિમાપચંદ કાટ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા છે.
મારા મારીમાં ઇજા
ભીમકટાકના રહેવાસી શામજીભાઈ ચનાભાઈ વાઘેલા (30) અને શૈલેષભાઈ ચનાભાઈ વાઘેલા (21) નામના બે યુવાનોને આમરણ રોડ ઉપર મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
બાઇક સાથે બાઇક અથડાયું
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નવા મકનસર ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દિનેશભાઈ પાનાભાઈ ડામોર (42), રેણુકા દિનેશભાઈ ડામોર (33) અને કાવ્યા દિનેશભાઈ ડામોર (8)ને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે એપેક્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવારની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.