ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી તાલુકમાંથી ઓરિસ્સાના શખ્સે કર્યું સગીરાનું અપહરણ


SHARE













મોરબી તાલુકમાંથી ઓરિસ્સાના શખ્સે કર્યું સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ઓરિસ્સાના શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ હળવદ તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું ગત તા. 7/8/2025 ના રોજ અપરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલ રંગપર ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રહે ઓરિસ્સા રહેવાસી સુજિયો ઉર્ફે શિપુની નિમાપચંદ કાટ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરે છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ ચલાવી રહ્યા છે.

મારા મારીમાં ઇજા

ભીમકટાકના રહેવાસી શામજીભાઈ ચનાભાઈ વાઘેલા (30) અને શૈલેષભાઈ ચનાભાઈ વાઘેલા (21) નામના બે યુવાનોને આમરણ રોડ ઉપર મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સાથે બાઇક અથડાયું

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નવા મકનસર ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દિનેશભાઈ પાનાભાઈ ડામોર (42), રેણુકા દિનેશભાઈ ડામોર (33) અને કાવ્યા દિનેશભાઈ ડામોર (8)ને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે એપેક્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવારની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News