ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા
SHARE
ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા
ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા અને જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રહેતા જવીબેન ધારાભાઈ ઝાપડા (90) નામના વૃદ્ધા ગત તા. 6/8 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જોકે તેઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને ડોક્ટર દ્વારા વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા રાજુભાઈ ધારાભાઈ ઝાપડા (45) રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મૂળ અરવલ્લીના રહેવાસી ઈકબાલ સુલેમાન વહાબી (56) નામના આધેડને મોરબીના રફાળેશ્વરથી પાનેલી જવાના રોડ ઉપર પગપાળા જતાં હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.