મોરબીમાં ઘરમાં ઝાડવાને ઝેરી દવાનો છંટકાવ કરતાં સમયે ઝેરી અસર થવાથી સારવાર દરમ્યાન યુવતીનું મોત
વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા
SHARE







વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા પાંચ શખ્સો 10,630 ની રોકડ સાથે પકડાયા
વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા (25), રણછોડભાઈ જગદીશભાઈ વિજવાડીયા (32), વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા (25), ચતુરભાઈ ગોવિંદભાઈ ચાવડા (27) અને જયેશભાઈ શામજીભાઈ ચાવડા (32) રહે. બધા નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,630 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
વીંછી કરડી ગયો
માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામે રહેતા રાજેશભાઈ વશરામભાઈ સનારીયા (47) નામના યુવાનને ઘરે હતો ત્યારે ત્યાં વીંછી કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ગીતાબેન ચંદુભાઈ રૂદાતલા (40) નામના મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
