મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

લો બોલો: મોરબીના બગથળા ગામે બકરીનું બચ્ચું વાડીમાં ઘૂસી જતાં મહિલાને કાકાજી સસરા અને તેના પરિવારે મારમાર્યો


SHARE









લો બોલો: મોરબીના બગથળા ગામે બકરીનું બચ્ચું વાડીમાં ઘૂસી જતાં મહિલાને કાકાજી સસરા અને તેના પરિવારે મારમાર્યો

મોરબીના બગથળા ગામે રહેતા મહિલાની બકરીનું બચ્ચું તેઓની બાજુમાં તેઓના કાકાજી સસરાની વાડીમાં જતું રહ્યું હતું જે બાબતે મહિલાને તેના કાકાજી સસરા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરીને ધોકા વડે શરીરે માર મરવામાં આવેલ હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના કાકાજી સસરા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સરોજબેન અનિલભાઈ સરવૈયા (36)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના કાકાજી સસરા લાભુભાઈ સરવૈયા તેમજ તેના પત્ની પ્રેમીબેન લાભુભાઈ સરવૈયા તથા બે દીકરા નરેશભાઈ લાભુભાઈ સરવૈયા અને સુરેશભાઈ લાભુભાઈ સરવૈયા રહે. બધા બગથળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરા લાભુભાઈની વાડીમાં જતું રહ્યું હતું જે બાબતનો ખાર રાખીને તેઓના કાકાજી સસરા તથા તેના પત્ની અને તેના બે દીકરાઓએ ફરિયાદી મહિલા સાથે બોલાચાલી કરીણે જપાજપી કરી હતી અને ગાળો આપી હતી ત્યાર બાદ સુરેશભાઈ તથા નરેશભાઈએ લાકડાના ધોકા વડે ફરીયાદી મહિલાને ડાબા ખભામાં, વાસના ભાગે અને શરીરે મારમારીને ઇજા કરી હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ભોગ બનેલ મહિલાના કાકાજી સસરા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાપ કરડી ગયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા રુદ્ર મનસુખભાઈ ગોસ્વામી (30) નામના યુવાનને ઘર પાસે હતો ત્યારે ત્યાં સાપ કરડી જવાના કારણે તે યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

ધાંગધ્રા તાલુકાના ધોલી ગામના રહેવાસી ભાવેશભાઈ ઉભડિયા (35) નામનો યુવાન મોરબીથી ધ્રુમઠ ગામે જતો હતો દરમિયાન સુંદરગઢ બ્રિજ પાસે તેના બાઈકની આડે કુતરુ આવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનના ડાબા પગનું હાડકું ભાંગી જવાના કારણે તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News