મોરબી જલારામ મંદિરે કૈલા પરિવારના સહયોગથી યોજાશે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ
મોરબીમાં ઘરમાં ઝાડવાને ઝેરી દવાનો છંટકાવ કરતાં સમયે ઝેરી અસર થવાથી સારવાર દરમ્યાન યુવતીનું મોત
SHARE
મોરબીમાં ઘરમાં ઝાડવાને ઝેરી દવાનો છંટકાવ કરતાં સમયે ઝેરી અસર થવાથી સારવાર દરમ્યાન યુવતીનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતી યુવતી પોતાના ઘરે ઝાડવામાં ઝેરી દવાનો છંટકાવ કરતી હતી દરમિયાન તે યુવતીને ઝેરી અસર થઈ હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ જાદવની દીકરી અલ્પાબેન જાદવ (25) પોતે પોતાના ઘરે હતી ત્યારે ગઈકાલે તેના ઘરની અંદર ઝાડવાને ઝેરી દવા છાંટતી હતી દરમિયાન તે યુવતીને ઝેરી અસર થઈ હોવાના કારણે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલના ડોક્ટર મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
200 લીટર આથો
વાંકાનેરના માટેલ ગામે શીતળા ધાર વિસ્તારમાં રહેતા બળદેવભાઈના રહેણાક મકાનમાં આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 5000 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બળદેવભાઈ કેસરભાઈ ધેણોજા (42) રહે. માટેલ વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
400 લીટર આથો
વાકાનેરના વીરપર ગામની સીમમાં ભુરાભાઈ દેકાવાડિયાની વાડીએ આવેલ કુવા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ પ્રભુભાઈ દેકાવાડિયા રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









