મોરબીના કેરાળા (હ) ગામ પાસે કારખાનામાં લોડરનું કામ કરતા સમયે તરુણને માથામાં અને શરીરે ઇજા થતા મોત: માટેલ રોડ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE







મોરબીના કેરાળા (હ) ગામ પાસે કારખાનામાં લોડરનું કામ કરતા સમયે તરુણને માથામાં અને શરીરે ઇજા થતા મોત: માટેલ રોડ કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મોરબી તાલુકાના કેરાળા (હ) ગામ પાસે આવેલ કારખાનામાં ટ્રેક્ટર લોડરના ટાયરનું કામ કરતા હતા દરમિયાન માથામાં અને શરીર થવાથી 17 વર્ષના તરુણને ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવવાની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કેરાળા (હ) ગામની સીમમાં આવેલ સ્પીરોન કલે એલએલપી કારખાનાની લેબર કોલોની માં રહેતા દિલીપભાઈ રતના ઉર્ફે રતનસિંહ પાલ (40) નો 17 વર્ષનો દીકરો વિશાલ દિલીપભાઈ પાલને કારખાનામાં ટ્રેક્ટર લોડર નંબર જીજે 36 એસ 3021 ના ટાયરનું કામ ચાલુ હતું દરમિયાન માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે તરુણ નું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક તરુણના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં મોત
મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લીઝોન સીરામીક નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા માતલસિંગ મગનસિંગ આદિવાસી (31) નામનો યુવાન કારખાનામાં હતો દરમિયાન તેને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગતા તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
