મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે દુકાન ભાડે રાખીને તેમાં રહેતા કોન્ટ્રાકટર યુવાનની માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા


SHARE































વાંકાનેરના માટેલ રોડે દુકાન ભાડે રાખીને તેમાં રહેતા કોન્ટ્રાકટર યુવાનની માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર ખોડિયાર ચેમ્બર દુકાન નંબર 12 માં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી છે જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા અને કોન્ટ્રાક્ટરનું કામ કરતા દેવજીભાઈ સોમાભાઈ ઝરવરીયા (31)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ખોડીયાર ચેમ્બરની દુકાન નંબર 12 માં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોથડ પદાર્થના ઘા માથાના ભાગે મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાનનું નામ ઉત્તમ વિકાસ સાહુ હોવાનું સામે આવ્યું છે અને તે રોસા ટાઇલ્સ કારખાનામાં કિલનનો કોન્ટ્રાકટર ચલાવતો હતો અને તેને દુકાન ભાડે રાખી હતી જેમાં તે રહેતો હતો. જો કે, આ યુવાનની તેને ભાડે રાખેલ દુકાનમાં કોણે અને શા માટે હત્યા કરી છે તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.












Latest News