મોરબી મહાપાલિકાએ બનાવેલ લવ મોરબી સેલફી પોઈન્ટના બોર્ડને અજાણ્યા શખ્સે તોડી નાખ્યું !: ગુનો નોંધાયો
SHARE







મોરબી મહાપાલિકાએ બનાવેલ લવ મોરબી સેલફી પોઈન્ટના બોર્ડને અજાણ્યા શખ્સે તોડી નાખ્યું !: ગુનો નોંધાયો
મોરબી મહાનગરપાલિકા દ્વારા મયુર બ્રિજ ઉપર “લવ મોરબી” નું લાઇટિંગ બોર્ડ મૂકીને સેલફી પોઈન્ટ બનાવવામાં આવેલ હતો જેને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તોડી નાખીને બે લાખ રૂપિયાનું સરકારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું છે જેથી હાલમાં મહાપાલિકાના કર્મચારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક મેઇન રોડ ઉપર રહેતા અને મહાપાલીકામાં રોશની વિભાગમાં ફરજ બજાવતા સૂર્યકાંતભાઈ પાટીલ (53)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે સરકારી મિલકતને નુકસાન કર્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નટરાજ ફાટકથી વીસી ફાટક તરફ જવાના રસ્તા ઉપર જે મયુર બ્રિજ આવેલ છે તે મયુર બ્રિજ ઉપર મહાપાલિકા દ્વારા “લવ મોરબી” નું લાઇટિંગ બોર્ડ મૂકીને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલ હતો તે સેલ્ફી પોઇન્ટના બોર્ડને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તોડી નાખીને નુકસાન કરવામાં આવ્યું છે જેથી બે લાખ રૂપિયાનું નુકસાન થયું હોય જાહેર મિલકતને નુકસાન કરનાર સામે મહાપાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
