મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા


SHARE













મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા

મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટી વર્ગ 3 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલ 18 અલગ અલગ સ્ટેનરમાં પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષાર્થી પરીક્ષા આપી શકે તેના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી જો કે, આ પરીક્ષામાં માત્ર 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને પરીક્ષા આપેલ છે.

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રેવન્યુ તલાટી વર્ગ-3 ની પરીક્ષાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લામાં કુલ 5025 પરિક્ષાર્થી પરીક્ષા આપવાના હતા જેથી તેના માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી 2583 પરીક્ષાર્થીઓ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા આપવામાં આવે હતી જો કે, આ પરીક્ષામાં 2441 પરિક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા આમ કુલ મળીને 51.41 ટકા પરિક્ષાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, મોટાભાગના પરીક્ષાર્થીઓ કચ્છ જિલ્લામાંથી આવ્યા હતા અને કચ્છ જિલ્લામાંથી આવેલા ત્રણ વિકલાંગ પરીક્ષાર્થી નવા બસ સ્ટેશને પહોચી ગયા હતા જો કે, તેઓનો નંબર સાર્થક સ્કૂલમાં આવ્યો હતો જેથી ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક તે ત્રણેય દિવ્યાંગ પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસની જિપમાં બેસાડીને પહોચડ્યા હતા આવી જ રીતે બીજા પણ કેટલાક પરીક્ષાર્થીઓને કટોકટીના સમયે પરીક્ષા કેન્દ્ર સુધી પહોચડવામાં પોલીસ મદદરૂપ બની હતી.




Latest News