મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ


SHARE













મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવા માં આવેલ છે. જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. રત્નેશ્વરીદેવીજી (ગુરૂ-ભાવેશ્વરી માતાજી,રામધન આશ્રમ,મોરબી) બિરાજમાન થયેલ છે. તેમના શ્રી મુખે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન ભક્તજનોને કરાવવા માં આવી રહ્યુ છે ત્યારે ભવ્ય પોથીયાત્રા દ્વારા શહેર ના જલારામ ધામ ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ નો પ્રારંભ થયો છે.

સર્વપિતૃ મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સ્વ.જીતેન્દ્રકુમાર જયંતિલાલ ખખ્ખર પરિવાર, સ્વ.મનહરભાઈ પરસોતમભાઈ કોટક પરિવાર, ગૌ.વા.સોમચંદભાઈ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.બસંતભાઈ ગંગારામભાઈ ભોજાણી પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર ફુલચંદભાઈ કારીયા પરિવાર (મુખ્ય પોથી યજમાન), સ્વ.ભુરાભાઈ ભગવાનજીભાઈ સોમમાણેક પરિવાર, જેઠાલાલ ઝવેરચંદ કારીયા પરિવાર, ગૌ.વા. ધીરજલાલ જમનાદાસ ઠકરાર પરિવાર, સ્વ.અરૂણાબેન જગદીશભાઈ કોટક પરિવાર સહીતનાં પરિવારો પોથી યજમાન તરીકે બિરાજમાન થયેલ છે. તે ઉપરાંત સપ્તાહ દરમિયાન યોજાઈ રહેલ ફરાળ તેમજ મહાપ્રસાદમાં કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય) પરિવાર, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, દર્શનભાઈ પુજારા પરિવાર, શ્રી  સી.પી.પોપટ પરિવાર, શ્રી હરીશભાઈ ભુરાભાઈ સોમમાણેક પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, બચુલાલ જેઠાલાલ કારીયા પરિવાર, સ્વ.પ્રવિણચંદ્ર અમૃતલાલ કાનાબાર પરિવાર, સ્વ.ભીમજીભાઈ માધવજીભાઈ ચંડીભમર પરિવાર, સ્વ.હસમુખલાલ હીરાલાલ પંડિત પરિવાર, શ્રી હસમુખભાઈ ચીમનલાલ પુજારા પરિવાર, ઠા.મગનભાઈ રણછોડભાઈ પાનવાળા પરિવાર, શ્રી ધીરજલાલ સોમચંદભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.મણીલાલ મગનભાઈ હાલાણી પરિવાર સહીતનાં પરિવારો દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે. અને ભવ્ય પોથીયત્રાનું પ્રસ્થાન ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ-મોરબી) દ્વારા કરાવવામાં આવ્યુ હતું.




Latest News