ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો
SHARE







મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો
મોરબી ખાતે યોજાયેલ S.G.F.I.ની જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કુલ 30 મેડલ મેળવ્યા હતા, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સમગ્ર જિલ્લામાં સૌથી વધારે મેડલ સ્કેટિંગ સ્પર્ધામાં મેળવી આવેલ છે અને દરેક સ્પર્ધકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જે મેડલ મેળવેલ છે તેમાં 15 ગોલ્ડ, 06 સિલ્વર અને 09 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. અને આ શાળાના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ અભૂતપૂર્વ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવેલ છે, તથા આવનારા સમયમાં રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ શાળા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, માતા-પિતા તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેંટ, પ્રિન્સીપાલ મેડમ, સર્વે શિક્ષિકગણ તેમજ સંપૂર્ણ શાળા પરીવાર તરફથી બધા જ વિદ્યાથીઓને આશીર્વાદ અને શુભકામનાઓ આપવામાં આવેલ છે.
