મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી તથા મહેન્દ્રનગર ગામ પાસે જુદી જુદી સોસાયટીઓના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને રોડ તથા પાણીના જે પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે તેની રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલવામાં આવતો ન હતો જેથી રોષે ભરાયેલ મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી નાખવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા અને પોલીસ દોડતી થઈ ગઈ હતી

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારમાં જે નવી સોસાયટીઓ બને છે ત્યાં બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવે છે જો કે, મોટાભાગની જગ્યાઓમાં રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટરની જે પ્રાથમિક સુવિધાઓ બિલ્ડરો દ્વારા લોકોને આપવાની હોય છે તે આપવામાં આવતી નથી અને ત્યારબાદ લોકો દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે રસ્તો ઉપર આવીને રસ્તા ચક્કાજામ કરવામાં આવતા હોય છે તેવા ઘટનાક્રમો સમગ્ર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારની અંદર જોવા મળે છે તેવી જ રીતે બે દિવસ પહેલા મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામકો સોસાયટીના લોકો દ્વારા પ્રાથમિક સુવિધા માટે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી

ત્યારબાદ આજે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ક્રાંતિજ્યોત સોસાયટીના રહેવાસી મહિલા સહિતના લોકો દ્વારા તેમજ મહેન્દ્રનગર ચોકડીએ નીલકંઠ પાર્ક સોસાયટીના મહિલાઓ સહિતના લોકો દ્વારા રસ્તો જુદી જુદી બે જગ્યા ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને કલાકો સુધી વાહનોની અવરજવર બંધ રહેવાના કારણે સ્કૂલેથી ઘરે જઈ રહેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ક્રાંતિજ્યોત સોસાયટી તથા નીલકંઠ પાર્ક સોસાયટીના લોકોના કહેવા પ્રમાણે તેઓને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવતું નથી.

હાલમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ પાણીના પ્રશ્ન બાબતે અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં તથા હવે મહેન્દ્રનગરનો સમાવેશ મહાપાલિકામાં થયો હોવાથી મહાપાલિકા કચેરી ખાતે જઈને રજૂઆતો કરી છે તેમ છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી કોઈ કરવામાં આવતી નથી જેથી કરીને રોષે ભરાયેલ લોકો દ્વારા પાણીનો પ્રશ્ન ઉકેલાય તેના માટે થઈને રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને અંદાજે બે થી અઢી કલાક સુધી રસ્તો બંધ રહેવાના કારણે મહેન્દ્રનગર ગામ પાસે ચારેય બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મહાપાલિકાના ઇજનેર મકવાણા પિયુષભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ક્રાંતિજ્યોત સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે તેની રજૂઆત આવી હતી જો કે, ત્યારે બે કલાક આ સોસાયટીમાં પાણી આપવામાં આવતું હતી ત્યારે બાદ ત્રણ કલાક પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જો કે, હજુ પણ પાણી પૂરતું આવતું નથી તેવી સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે જેથી કરીને ઉપરથી વધુ પાણી મળે અને અહીના લોકોને પૂરતું પાણી માટે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી ચક્કાજામના ખુલ્લો કરવામાં આવેલ હતો. આજે મહિલાઓ સહિતના લોકોએ રોડ ચક્કાજામ કર્યો હતો જેથી બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરવા માટે થઈને કવાયત શરૂ કરી હતી. 




Latest News