મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે


SHARE













મોરબીના આઈ.ટી.આઈ. ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News