મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન


SHARE































મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશમાં વધી રહેલ મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમના દ્વારા દેશના લોકોને કરવામાં આવેલી મેદસ્વિતા મુક્તિની અપીલના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત' અભિયાન અંતર્ગત, તા.૧૭ સપ્ટેમ્બર થી પૂરા ગુજરાતમાં મેદસ્વિતા મુક્તિ માટેના ૭૫ વિશેષ કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, ખાતે આ મેદસ્વિતા મુક્તિ માટેનો વિશેષ ૩૦ દિવસીય યોગ કેમ્પ તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી દરરોજ સવારે ૦૬:૩૦થી ૦૮:૦૦ દરમિયાન યોજાનાર છે. વધુ વજન અને ચરબી ધરાવતા લોકો, શરીર અને મનનું સવાસ્થ મેળવવા રજિસ્ટ્રેશન https://forms.gle/JpEzUTWATiWsMP6y6 લિંક દ્વારા અને આપની નજીકના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવતા યોગ ટ્રેનર મિત્રો, નવા યોગ ટ્રેનર બનવા ઇચ્છતા લોકોને તાલીમ આપતા યોગ કોચ મિત્રો અને મોરબી જિલ્લાનું સંકલન સંભાળતા જિલ્લા કોર્ડીનેટરના માધ્યમથી કરી શકાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિ અંગે અને આ વિશેષ કેમ્પ બાબતે વધુ માહિતી માટે મોરબી જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રીબેન પરમારના મોબાઈલ નંબર 9033643781 ઉપર સંપર્ક કરી શકાશે તેવું ઝોન કોર્ડીનેટર વંદનાબેન રાજાણીએ જણાવ્યુ છે.












Latest News