મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન
મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
SHARE







મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
મોરબીના મિશન નવભારત ગૃપના મહામંત્રી મયૂરભાઈ મહેતા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.મયૂરભાઈ તરફથી મોરબીના ટંકારા તાલુકાની ઉમિયાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને વયકક્ષા મુજબ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સરકારી શાળામાં ભણતા આ બધા બાળકો જરૂરીયાતમંદ શ્રમિક પરિવારમાંથી આવતા હોય તેમને આ શૈક્ષણિક કીટ થકી અભ્યાસમાં બહુ જ મોટો ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે મિશન નવભારતના દરેક સભ્યો આ રીતે કોઈને કોઈ સેવાકીય કાર્યો દ્વારા જ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જે અત્યંત પ્રેરણાદાયક છે.આજરોજ કરવામાં આવેલ આ સેવાકાર્યમાં સાથે મિશન નવભારતના જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા મોરબી તાલુકા ઉપપ્રમુખ બળવંતભાઈ આંબલીયા પણ સાથે જોડાયા હતા.આ તકે બાળકોને શૈક્ષણિક કીટ થકી મદદ કરવા બદલ ઉમિયાનગર શાળા પરિવારે પણ મયૂરભાઈ તથા મિશન નવભારતનો આભાર વ્યક્ત કર્યો હતો
