મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પીપળી ગામથી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો


SHARE







મોરબીમાં પીપળી ગામથી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો

મોરબી જિલ્લામાં મોરબીના પીપળી ગામેથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની સાથે ગ્રામજનોએ સહભાગી બની ગામની જાહેર શેરીઓ, ચોક, આંગણવાડી, શાળા તેમજ અન્ય જાહેર સ્થળોની સફાઈ કરી હતી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વ્યાપી શુભારંભની સાથે મોરબી, માળીયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકા કક્ષાએ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ સાફ-સફાઈ ડ્રાઈવ, વૃક્ષારોપણ તથા વનીકરણ કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કર્યો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સૌ કર્મચારીઓ તથા સ્વચ્છાગ્રહીઓએ સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સર્વે ઉપસ્થિતિતોએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.






Latest News