મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયા


SHARE









હળવદ તાલુકામાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયા

મોરબી જિલ્લામાં 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન' અંતર્ગત વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા મેગા મેડિકલ કેમ્પ અન્વયે હળવદ તાલુકાના માથક અને ચરાડવા ખાતેના આયોજનમાં સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના માનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સહિતનાએ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો તંદુરસ્ત આરોગ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પમાં GMERS મેડિકલ કોલેજ મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓ અને બાળકો માટે તમામ આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. ઉપરાંત સ્ત્રીરોગ નિષ્ણાંત, હાડકાના રોગ નિષ્ણાંત, સહિત વિશિષ્ટ સારવાર સાથે રસીકરણ પણ કરાયું હતું.




Latest News