મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી ત્રાજપર ચોકડી પાસે અકસ્માત, માતાના મઢ પગપાળા જતા બે યુવાનો સારવારમાં


SHARE







મોરબી ત્રાજપર ચોકડી પાસે અકસ્માત, માતાના મઢ પગપાળા જતા બે યુવાનો સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી ઓવરબ્રીજ ખાતે પગપાળા જતા વિકાસભાઇ નાનજીભાઇ કરીવાર (ર1) અને રાજેશ જીતેષભાઇ કુંઢીયા (રર) રહે. બંને વાંકાનેરને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે તઓ વાંકાનેરથી પગપાળા આશાપુરા માતાના મઢ (કચ્છ) ખાતે પગપાળા જઇ રહ્યા હતા ત્યારે મોરબી ત્રાજપર ચોકડી પાસે ઉપરોકત બનાવ બન્યો હતો. જયારે પાનેલી ગામે થયેલ મારામારીમાં ઇજા થતા નથુગીરી ભવાનગીરી ગોસાઇ (73) રહે. વિદ્યુતનગર સામાકાંઠે મોરબી-2ને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

આધેડનું મોત
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે ક્રાંતિ જયોત પાર્કમાં રહેતા રમેશભાઇ કરશનભાઇ બોપલીયા (6ર) નામના આધેડનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો. બનાવ અંગે નોંધ કરી બી ડીવીઝન પોલીસ મથકના મોનજીભાઇ ચૌહાણે તપાસ કરી હતી.

તેમજ અન્ય એક બનાવમાં વાંકાનેરના રાતાવિરડા ગામે આવેલા લોનેક્ષ સિરામીક ખાતે રહીને મજુરી કામ કરતા નાથાસિંગ મોનાસિંગ (6પ) યુનિટમાં પડી જતા માથાના ભાગે ઇજા થયેલ હતી. સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાતા તેઓને મૃત જાહેર કરાયા હતા. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા
મોરબી જુના ઘુંટુ રોડ સિમ્પોલો સિરામીકના લેબર કવાર્ટરમાં રહીને મજુરી કામ કરાયા વિકાસ અરૂણકુમાર દ્વિવેદી નામના 3ર વર્ષના યુવાનને યુનિટમાં અજાણ્યો ડ્રાઇવર ટાઇલ્સની ગાડી લઇને ભાગવા જતો હોય તેને અટકાવવા સામેવાળાએ વિકાસને માથાના ભાગે કડુ મારી દેતા તેને સારવારમાં લઇ જવાયો હતો. જયારે મોરબી લાતી પ્લોટ 11 નંબરની શેરીમાં રહેતી મુસ્કાનબેન મોઇનભાઇ બુખારી નામની ર1 વર્ષની મહિલાને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે લઇ જવામાં આવી હતી.

વાહન અકસ્માત
હળવદના માથકથી દેવળીયા જતા રસ્તે વાહન સહિત પડી જતા થાપાના ભાગે ઇજા પામેલ દેવરાજભાઇ ધીરજભાઇ બજાણીયા (47) રહે. નવા દેવળીયા હળવદને સારવાર માટે મોરબી લવાયા હતા અત્રે પ્રાથમિક સારવાર આપી તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.તે રીતે જ અન્ય અકસ્માત બનાવમાં રાજુભાઇ ગોરધનભાઇ કુબાવત (3પ) રહે. મહેન્દ્રનગર મોરબી-2ને ઇજાઓ થતા 108 વડે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા જયાં પ્રાથમિક સારવાર આપીને રાજુભાઇને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. જયારે મોરબી જેઇલ રોડ મામાદેવ મંદિર પાસે બાઇક સ્લીપ થઇ જતા સુનિલ હર્ષદભાઇ સોનાગ્રા (4ર) રહે. વજેપર શેરી નં. 4 મોરબીને સારવાર માટે લઇ જવાયા હતા.






Latest News