પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી


SHARE













મોરબી : આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી

૭૦ વર્ષના દર્દી, જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલ્ટી જેવા લક્ષણો હતા.તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ.કેયુર પટેલ સાહેબ દ્વારા આગળ સી.ટી.સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડનીની નળીમાં પથરી ફસાઈ ગયેલ છે.દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલાઈ ગયેલી હતી.આગળ D.T.P.A. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ હતી.

ત્યારબાદ ડૉ.કેયુર પટેલ સાહેબ દ્વારા દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાની સલાહ આપવામાં આવી હતી.દર્દી અને તેમના સગા દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડૉ.કેયુર પટેલ દ્વારા દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જેવું જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો ન હતો.તેમને ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી.અને ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.






Latest News