મોરબી : આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી
મોરબીના રવાપરની સોસાયટીમાં ગાડી પાર્કિંગ બાબતે યુવાન અને તેની માતાને માર મારનાર બે ની ધરપકડ
SHARE
મોરબીના રવાપરની સોસાયટીમાં ગાડી પાર્કિંગ બાબતે યુવાન અને તેની માતાને માર મારનાર બે ની ધરપકડ
મોરબીના રવાપર ગામે પાર્કિંગ મુદદે ઝગડો કરી મારામારી કરનાર બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી.રવાપર-ઘૂનડા રોડ ઉપર આવેલ રામસેતુ સોસાયટીમાં સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિનભાઈ રમેશભાઈ ગડારા (૩૨) એ થોડા દિવસો પહેલા એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા અને લાલાભાઇ નાનજીભાઈ મિયાત્રા રહે.બંને રામસેતુ સોસાયટી શુભ એપાર્ટમેન્ટ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતુ કે સુરેશભાઈએ ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે તેમને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પડતા સુરેશભાઈએ હાથમાં ઈંટ લઈને એક ઘા ફરિયાદીને માથામાં માર્યો હતો.ત્યારબાદ સુરેશભાઇએ તેના ભાઈ લાલાભાઇને ત્યાં બોલાવ્યા હતા અને લાલાભાઇએ લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તથા ફરિયાદીની માતાને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.આ કેસમાં હાલ તપાસ અધિકારી વિપુલ ફૂલતરીયા દ્વારા સુરેશ ઉર્ફે સુર્યા નાનજીભાઇ મિયાત્રા આહિર (૨૫) તથા પાર્થ ઉર્ફે લાલાભાઇ નાનજીભાઈ મિયાત્રા આહિર (૨૯) રહે.બંને શુભ પેલેસ નીતિન પાર્ક સોસાયટી રવાપર-ઘુનડા રોડ ની ધરપકડ કરીને તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
રોડ ઉપરના ખાડાને લીધે સારવારમાં
વાંકાનેર ખાતે રહેતા મુમતાઝબેન ઈકબાલભાઈ મકવાણા નામના ૪૬ વર્ષના મહિલા બપોરના સમયે ભાઈના બાઈકની પાછળ બેસીને મોરબીથી વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લાલપર ગામે આવેલ શક્તિ ચેમ્બરની સામે ખરાબ રોડના લીધે બાઈકમાંથી પડી ગયા હતા અને માથા તથા મોઢાના ભાગે ઇજા થતા ૧૦૮ વડે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા અને અહીં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે.જ્યારે ઘુંટુ ગામે રહેતા કંચનબેન ગોવિંદભાઈ પરેચા નામના ૫૩ વર્ષના આધેડ મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ઘર નજીક શેરીમાં બાઈકમાંથી નીચે પડી ગયા હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
મારમારી ઇજા
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા અસ્મિતાબેન પ્રેમભાઈ દેગામા નામની ૨૧ વર્ષની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.જે.પરમારએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ કામ પાસે રહી ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ રાજસ્થાનના કરણારામ ચેતનારામ નામના ૨૩ વર્ષનો યુવાન ઉંચી માંડલ ગામે બાપા સીતારામ મઢુલી પાસે બાઈક અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ હોય સારવાર માટે દવાખાને લઈ જવામા આવ્યો હતો.તેમજ હળવદના સુંદરી ભવાની ગામે રહેતા અજયરામદાસ કરસનદાસ શુકલ ૭૯ નામના વૃદ્ધ બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક તેઓનું વાહન સ્લીપ થતા પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
સાપ કરડી જતા સારવારમાં
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની ભારતી નારણભાઈ અજનાર નામની સાત વર્ષની બાળકીને સાપ કરડી ગયો હતો જેથી સારવાર માટે મોરબી સિવિલમાં લાવવામાં આવી હતી જ્યારે હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા અશરફભાઈ અલાબેલી નામના ૪૫ વર્ષના યુવાનને બાઈકમાં જતા વખતે કાર સાથે અથડામણ થતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા તેમજ મોરબીના શક્તિ ચોક પાસે ભરવાડ શેરીમાં રહેતા વિક્રમ ભાવેશભાઈ ભટ્ટી નામના ૨૪ વર્ષના યુવાનને મોટરસાયકલ લઈને જતાં સમયે વાહન સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દવાખાને લઇ લવોયો હતો.