હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નિર્મલ સ્કૂલમાં ક્લાસમાં બાળકોને ભણાવતા શિક્ષકને ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતા મોત


SHARE







મોરબીની નિર્મલ સ્કૂલમાં ક્લાસમાં બાળકોને ભણાવતા શિક્ષકને ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતા મોત

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા અને રવાપર ચોકડી નજીક આવેલ નિર્મલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આધેડ ક્લાસરૂમમાં હતા અને બાળકોને ભણાવતા હતા ત્યારે પરસેવો વળવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગી હતી ત્યારબાદ તે બેભાન થઈ ગયા હતા જેથી તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ નિકુંજ પાર્ક સોસાયટીમાં બાલાજી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ભાવેશભાઈ પ્રવીણભાઈ પટેલ (50) નામના આધેડ મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ નિર્મલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેઓ ક્લાસરૂમમાં હતા અને બાળકોને ભણાવતા હતા ત્યારે અચાનક તેમને પરસેવો વળવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગી હતી અને તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર
મોરબીના જાંબુડીયા ગામના ઓવરબ્રિજ પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સોહિલભાઈ ઈસાભાઈ પલેજા (32) રહે માળિયા ફાટક પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબી નજીકના ઘુટુ ગામ નજીક આવેલ આકૃતિ સોસાયટી પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા અરૂણભાઇ ઉર્ફે અકુલ રતિલાલ શિરોયા (22) રહે વીસીપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 370 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તો વાંકાનેરના વાંઢા લીમડા ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવતા રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા (31) રહે. પરશુરામ પોટરિ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 150 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News