મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતા ગંભીર ઇજા પામેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં શેડ ઉપરથી નીચે પડતા ગંભીર ઇજા પામેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં શેડના પતરા બદલવાનું કામ ચાલુ હતું ત્યારે ઉપરથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી યુવાન કોમામાં આવી ગયો હતો અને લાંબી સારવાર લીધા બાદ તેને ઘરે લાવ્યા હતા જોકે યુવાનને આંચકી ઉપાડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના  ઘૂટું ગામ પાસે આવેલ રામનગરીમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (41) નામનો યુવાન ગત તા. 3/5/2025 ના સવારે 9:00 9:00 વાગ્યાના અરસામાં વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ રોસાટા સીરામીક કારખાનામાં સેડના પતરા બદલવાનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે તે ઉપરથી નીચે ફટકાયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે કોમામાં જતો રહ્યો હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યારબાદ તેને રજા આપતા ઘરે લઈ ગયા હતા જોકે, ઘરે અચાનક તે યુવાને આંચકી ઉપાડતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને આઇસીયુ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News