મોરબીના યુવાને ધંધા માટે 6 લાખ સામે 35.50 લાખ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, જમીનનો દસ્તાવેજ કરાવી લઇને આપી જાનથી મારી નાખવાની ધમકી !
SHARE







મોરબીના યુવાને ધંધા માટે 6 લાખ સામે 35.50 લાખ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ, જમીનનો દસ્તાવેજ કરાવી લઇને આપી જાનથી મારી નાખવાની ધમકી !
મોરબીના ન્યુ ચંદ્રેશ નગરમાં રહેતા યુવાને તેના મિત્ર સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે થઈને રૂપિયાની જરૂર હતી જેથી કરીને તેણે 6,00,000 વ્યાજે લીધા હતા જેની સામે તેને ઊંચું વ્યાજ ચૂકવીને કુલ મળીને 35.50 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં પણ તેની પાસેથી બળજબરીથી ધાક ધમકીઓ આપીને ખેતીની જમીનનો દસ્તાવેજ કરી લીધો હતો અને પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી પ્રમાણે મોરબીના ન્યુ ચંદ્રેશ નગરમાં રહેતા શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણી (40) નામના યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ અવાડિયા રહે. કુબેરનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વર્ષ 2024 માં ડિસેમ્બર મહિનામાં તેને પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરવો હતો જેથી કરીને તેણે આરોપી પાસેથી 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે તેણે કુલ મળીને 35.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં પણ આરોપી વિપુલ અવાડિયા દ્વારા ફરિયાદી પાસેથી ખેતીની જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી કોરા ચેક લેવામાં આવ્યા હતા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આટલું જ નહીં પરંતુ યુવાનને ધમકીઓ દેવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
