મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ દોઢ વર્ષનું બાળક સારવારમાં


SHARE













મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ દોઢ વર્ષનું બાળક સારવારમાં

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પરિવારનો દોઢ વર્ષનું બાળક ત્રીજા માળ ઉપરથી નીચે ટકાતા તેને શરીરે ઇજા થઈ હતી જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ રોઝ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શાહબુદ્દીનભાઈ અન્સારીનો દોઢ વર્ષનો દીકરો સરફરાજ કોઈ કારણોસર ત્રીજા માળેથી નીચે ટકાતા તે બાળકને શરીરરે ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બાળકને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સમર્પણ પેકેજીંગના કવાર્ટરમાં રહેતા રોહિત આહીરવાલ (26) નામના યુવાનને કારખાનાના ગેટ પાસે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે અમીનખાન અસલમખાન (18) નામનો યુવાન કોઈ કારણોસર પેટ્રોલ પંપ પાસે પડી ગયો હતો જેથી તેને ઈજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ત્રણ વ્યક્તિ સારવારમાં

હળવદના ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ નાનજીભાઈ પટેલ (40), રસીલાબેન દિનેશભાઈ પટેલ (40) અને તેની દીકરી વિદાબેન દિનેશભાઈ પટેલ (6) ત્રણેય બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો આ બનાવમાં ઇજા પામેલ ત્રણેય વ્યક્તિને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News