મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ દોઢ વર્ષનું બાળક સારવારમાં
મોરબીના લુટાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત
SHARE
મોરબીના લુટાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત
મોરબીના લુટાવદર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની 11 વર્ષની બાળકીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રોલી ગામે ચંદ્રેશનગર આઝાદનગરના હાલમાં લૂંટાવદર ગામે જયંતીભાઈ ઝાલરીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા ગનીયાભાઈ બામણીયાની 11 વર્ષની દીકરી વીરનાબેનએ કોઈ કારણોસર વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાએ ક્યા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
બાઇક સ્લીપ
વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા જાહીદ નૂરમામદભાઈ માથાકિયા (42) નામનો યુવાન વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક થવાના કારણે અકસ્માત થયો હતો અને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતો વિજયભાઈ મનુભાઈ (29) નામનો યુવાન નાના દહીસરા ગામના પાટીયા પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈક રસ્તા ઉપર આડા આવેલા જનાવર સાથે બાઇક અથડાતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના લખધિરગઢ ગામે રહેતા અમિતભાઈ જેરામભાઈ (38) નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યા સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
વાહન પલટી ગયું
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ભલાભાઇ પીરોડીયા (28) નામનો યુવાન ગાંધીધામ નજીક માતાના મઢેથી પરત મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં છોટાહાથી પલટી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









