હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે રવિવારે સવારે ૫૦૧ કન્યાઓનું પૂજન અને શસ્ત્ર પૂજન કરશે


SHARE







મોરબી જલારામ મંદિરે રવિવારે સવારે ૫૦૧ કન્યાઓનું પૂજન અને શસ્ત્ર પૂજન કરશે

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ હાજર રહેશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા.૨૮ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે શહેરના જલારામ ધામ ખાતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કન્યાઓના પૂજન બાદ દરેક કન્યાઓને લ્હાણી અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે. તેવી માહિતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના શહેર મંત્રી નિર્મિત કક્કડે આપેલ છે.






Latest News