ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખે માટેલ ગામે ખોડિયાર માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ લીધા
હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત
SHARE
હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત
હળવદના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
હળવદના કવાડિયા ગામના તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (27)એ વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી છે જેથી તે મજૂરીકામ કરતા હતા. તેવામાં શનિવારેના સમયે તળશીભાઇ વાડીએ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે વીજ શોક લાગતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ગામના સરપંચ સહિત આગેવાનો તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી. ઉલેખનીય છે કે, મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. અને તેના પિતાનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હતું. અને અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.