મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કરીને જ્ઞાન મેળવ્યુ


SHARE































મોરબી શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કરીને જ્ઞાન મેળવ્યુ

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ હંમેશા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર પણ સર્વાંગી શિક્ષણ આપવાનો વિશ્વાસ રાખે છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કોલેજ દ્વારા મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અદાણી ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલ “ઉડાન–ગેટ ઇન્સ્પાયર્ડ” હેઠળ યોજાયો છે.

આ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનો હેતુ વિદ્યાર્થીઓને ભારતના ઔદ્યોગિક વિકાસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જીવંત ઉદાહરણો સાથે પરિચિત કરાવવાનો છે. ગુજરાતમાં આવેલું મુંદ્રા, અદાણી ગ્રુપની અનેક વૈશ્વિક સ્તરની યોજનાઓનું કેન્દ્ર છે અને દેશના વેપાર, ઊર્જા તથા નવીનતાનું ગેટવે ગણાય છે. આ પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓએ જે સ્થળોની મુલાકાત લીધેલ હતી તેમાં અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.. અદાણી પાવર મુંદ્રા લિ., અદાણી વિલમર લિ., અદાણી સોલાર, અદાણી વિન્ડ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી. અને વિદ્યાર્થીઓને આ મુલાકાતથી મૅનેજમેન્ટ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, મેન્યુફૅકચરિંગ તેમજ સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં વાસ્તવિક જ્ઞાન મળ્યું હતું. જે તેને ભવિષ્યમાં કામ આવશે.

વધુમાં કોલેજના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ્સ વિદ્યાર્થીઓ માટે અનુભવ આધારિત શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે. અદાણી પોર્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્વેલ નથી પરંતુ તે ભારતની વિકાસગાથાનું પ્રતીક છે. આવી મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓને મોટી કંપનીઓના કાર્યપદ્ધતિ અને મેનેજમેન્ટ વિશે જ્ઞાન મળે છે, જે તેમને આગલા સમયમાં નેતૃત્વ માટે તૈયાર કરશે.” શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ હંમેશા નવા પ્રયોગો, સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગો સાથેના ઈન્ટરઍક્શન પર ભાર મૂકે છે. મુંદ્રાની આ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કોલેજના મિશનનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે, જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન સાથે પ્રેક્ટિકલ અનુભવ આપીને તેમને પ્રેરિત અને સશક્ત બનાવશે.












Latest News