મોરબી શ્રી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દશેરાએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
SHARE







મોરબી શ્રી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દશેરાએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દર વર્ષ દશેરાએ સન્માન સમારોહ તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવે છે આવી જ રીતે આ વર્ષે પણ આગામી તા. 2 ઓક્ટોબરને ગુરુવારે વિજ્યા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યાએ જણાવ્યુ છેકે, વિજ્યાદશમી તા. 2 ને ગુરુવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબ જેલ પાસે વાંકાનેર દરવાજા મોરબી ખાતે સાંજે 5 વાગ્યે ત્રિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમાં તેજસ્વીતા અભિવાદન સમારોહમાં ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવશે. તથા શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજન પણ કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમમાં ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરવા આયોજકોએ જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
