મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કારખાનેદારને ફોલ્ટ વાળું મશીન આપનાર કંપનીને ૩૨.૦૬ લાખ વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE































મોરબી જીલ્લામાં કારખાનેદારને ફોલ્ટ વાળું મશીન આપનાર કંપનીને ૩૨.૦૬ લાખ વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા અને લજાઈ ચોકડી પાસે મેટા પેક નામની ફેકટરી ધરાવતા વ્યક્તિએ વિનાયક એન્જીનીયરીંગ ફરીદાબાદથી ૩૨,૦૧,૦૦૦ નું મશીન મંગાવ્યું હતું અને મશીન ચાલતુ ન હોઈ કંપની ફોલ્ટ હતો જેથી રકમ પરત માંગતા વિનાયક એન્જીનીયરીંગના માલીકે રૂપિયા આપવાની ના પડી હતી જેથી મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેઈસ કર્યો હતો જેથી કોર્ટે તા.૧૮-૦૯-૨૦૨૪ થી રકમ વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીના રહેવાસી સુરેશભાઈ છગનભાઈ વડનગરા લજાઈ ચોકડી પાસે મેટા પેક નામની ફેકટરી ધરાવે છે અને તેણે હરીયાણાના ફરીદાબાદની વિનાયક એન્જી. કંપની પાસેથી ૩૦,૦૯,૦૦૦ માં મશીનરી મંગાવેલ હતી જો કે, કંપનીએ સમય મર્યાદામાં મશીનરી આપેલ ન હતી અને આપેલ મશીન કંપની ફોલ્ટ વાળું હતુ જેથી સુરેશભાઈએ મોંઘા ભાવના કારીગરને રાખી વડીયો કોલ દ્વારા કંપનીના કહેવા પ્રમાણે કર્યું હતું તો પણ મશીન ચાલુ થયેલ ન હતું જેથી કંપનીના માણસોને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ આવતા ન હતા અને ખર્ચ આપતા ફરીદાબાદથી ત્રણ માણસો આવ્યા હતા જો કે, તે મશીન ચાલુ કરી શકયા ન હતા જેથી કંપની ફોલ્ટ હોય સુરેશભાઈને બધુ થઈને રૂા. ૪૪,૮૮,૪૮૮ નુ ખર્ચ થયું હતું અને વિનાયક એન્જી. કંપનીની સેવામાં ખામી છે. મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ અદાલતમાં કેઈસ કર્યો હતો જેમાં મશીનરીની કિંમત ધ્યાનમાં લઈ રૂપીયા ૩૨,૦૧,૦૦૦ અને ૫૦૦૦ ખર્ચના મળી કુલ ૩૨,૦૬,૦૦૦ રૂપિયા તા.૧૮-૮-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કોર્ટે કર્યો છે.












Latest News