મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ


SHARE































મોરબીમાં પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ

મોરબીમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ- ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.

આ પ્રસંગે હંસાબેન પારેઘીએ આઈ.સી.ડી.એસ અને આરોગ્યલક્ષી સેવાઓ દરેક છેવાડાના વ્યક્તિ તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું. આજના સમયે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ખાંડ અને મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા તથા જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો.

તો પ્રાસંગિક પ્રવચનમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બાળકોના વિકાસમાં આંગણવાડી વર્કરની ભૂમિકા મહત્વની છે. આ કાર્ય કામગીરીરૂપે નહીં પરંતુ નિષ્ઠાપૂર્વક બાળકો સાથે આત્મીયતા દાખવી નાના નાના ભૂલકાંઓમાં પ્રેમ અને લાગણીથી સુસંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું હતું.

આઈ.સી.ડી.એસ. - મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ વધારવા બાબતે તેમને જાગૃત કરવા માટે ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ વાનગીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, સીડીપીઓ સર્વ અગ્રણી વાઘજીભાઈ ડાંગરોચા અને યુસુફભાઈ શેરશીયા આંગણવાડીના કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.












Latest News