વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના વીસીપરામાં અમરેલી રોડ ઉપર આવેલ નળિયાના કારખાના પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેલિંગમાં હટ્રોતી ત્યારે જગદીશભાઈ ડાંગર અને સંજયભાઈ રાઠોડને ખાનગી બાતમી મળી હતી કે મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસે એક શખ્સ કે જેને મરૂન કલરનું જેકેટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે તે દેશી હાથ બનાવવાની બંદૂક સાથે આટા ફેરા ત્યાં કરી રહ્યો છે જેથી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપર મળી આવેલ શખ્સને કોડન કરીને તેની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ ઈબ્રાહીમભાઇ ઉર્ફે ડાડો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવતા પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી ઈબ્રાહીમભાઇ ઉર્ફે ડાડો આદમભાઈ ચનાણી રહે. હાલ કાંતિનગર જુબેદા મસ્જિદની પાછળ મોરબી મૂળ રહે. બેલા આમરણ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News