વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સતત ચોથા દિવસે મેઘરાજાની સટાસટી, ચોમાસા જેવો માહોલ: સ્વેટર કાઢવા કે રેનકોટ લોકો મૂંઝાયા


SHARE













મોરબીમાં સતત ચોથા દિવસે મેઘરાજાની સટાસટી, ચોમાસા જેવો માહોલ: સ્વેટર કાઢવા કે રેનકોટ લોકો મૂંઝાયા

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે દરમિયાન આજે ચોથા દિવસે પણ મેઘરાજાએ સટાસટી શરૂ કરી છે અને બપોરે ત્રણ વાગ્યાથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે જેથી કરીને આસો મહિનામાં શ્રાવણ મહિના જુઓ વરસાદ પડતો હોય તેઓ ઘાટ સર્જાયો છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી અને રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો સાતમના દિવસે સાંજના સમયથી વરસાદી માહોલ શરૂ થયો છે અને છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે દરમિયાન આજે ચોથા દિવસે મોરબી જિલ્લામાં વરસાદી માહોલ છે અને બપોરે ત્રણ વાગ્યાથી મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે અને જે રીતે ચોમાસા દરમિયાન વરસાદ વરસતો હોય તે પ્રકારે અત્યારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેવા લાગ્યા છે.

સામાન્ય રીતે નવરાત્રી પહેલા ચોમાસુ વિદાય લેતું હોય છે પરંતુ ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન મેઘરાજાએ સટાસટી બોલાવી હોવાથી છેલ્લા ચાર દિવસથી ખેલૈયાઓ મૂંઝવણમાં છે અને ગરબી મંડળમાં બાળકો તથા ગરબામાં વરસતા વરસાદે ગરબા રમતા હોય તેવા વિડિયો આપણે છેલ્લા દિવસોમાં જોયા છે જોકે આજે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આવી જ રીતે વરસાદ ચાલુ રહે તો આજે ગરબી કે ગરબા બંને બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમાં છે. બીજી બાજુ ખેડૂતોના ખેતરની અંદર કપાસ, મગફળી સહિતના પાક તૈયાર થવાની અણી ઉપર છે અને કેટલાક ખેડૂતોનો માલ ખેતરમાં પડ્યો છે ત્યારે આ વરસાદના કારણે તેઓના તૈયાર પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. અને નવરાત્રિ પછી શિયાળો શરૂ થઈ જતો હોય છે જો કે, હાલમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતાં લોકોએ સ્વેટર કાઢવા કે રેનકોટ તે સમજાતું નથી. 




Latest News