મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઈ-બાઇક સહિતના ઇનામો અપાયા


SHARE































મોરબી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસને ઈ-બાઇક સહિતના ઇનામો અપાયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ દરરોજ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા છે. ત્યારે ગઈકાલે અંતિમ દિવસે મેગા ફાઈનલ રાઉન્ડ યોજાયો હતો. જેમાં વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા અને ત્યાર બાદ રસોત્સવના મેદાનમ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં આયોજકો અને ખેલૈયાઓ સહિતના જોડાયા હતા.

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો જમાવટ કરી હતી. અને નક્કી કરાયેલ કેટેગરી જેમાં લિટલ કિંગ, લિટલ ક્વીન,  યંગ કિંગ અને યંગ ક્વીન એમ ચાર વિભાગમાં વિજેતા થયેલા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતાં. અને લીટલ કિંગ તથા લિટલ ક્વીનને સાયકલ અને ગિફ્ટ હેમ્પર, તેમજ યંગ કિંગ અને ક્વીનને ઇલેક્ટ્રિક બાઇક આપવામાં આવ્યા હતા. લીટલ કિંગ તરીકે ભવ્ય કિશોરભાઈ બોપલિયા, લીટલ ક્વિન તરીકે પ્રિયાંશી રાજનભાઈ પરમાર, યંગ કિંગ તરીકે પાર્થ હિતેશભાઈ પાટડીયા તેમજ યંગ ક્વીન તરીકે અર્ચિતા હિતેશભાઈ પાટડીયાને ઇનામો આપી સન્માનિત કરવા આવ્યા હતાં. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને રહ્યો હતો. અને ગાંધી જયંતિને ધ્યાને રાખીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આયોજકો તેમજ ખેલૈયાઓ સહિતના જોડાયા હતા.












Latest News