મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન માટે ઇન્ચાર્જ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


SHARE













મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન માટે ઇન્ચાર્જ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જુદાજુદા કાર્યક્રમો યોજાશે જેમાં વિકાસ શપથ,  લોકાર્પણ - ખાતમુર્હુત, વિકાસ પદયાત્રા, ક્વીઝ, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, રોજગારપત્ર વિતરણ, મિલેટની વાનગીનું નિદર્શન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતો તથા સરપંચોનું સન્માન, ભીતચિત્રો, કૃષિ પ્રદર્શનો, પાક પરિસંવાદના કાર્યક્રમો યોજાશે. 

મોરબી જિલ્લામાં તા.૦૭ થી ૧૫ ના વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક ઇન્ચાર્જ કલેકટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભીમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે તા.૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાશે. જેમા વિકાસ શપથ,  લોકાર્પણ - ખાતમુર્હુત, વિકાસ પદયાત્રા, ક્વીઝ, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, રોજગારપત્ર વિતરણ, મિલેટની વાનગીનું નિદર્શન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોનું સન્માન, ભીતચિત્રો, કૃષિ પ્રદર્શનો, પાક પરિસંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન  વિવિધ વિભાગો દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.  આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, આયોજન અધિકારી,  નાયબ જિલ્લા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, કા.ઈ. માર્ગ અને મકાન વિભાગ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News