મોરબીના સિરામિક કારખાનને લગતી ઝારખંડના મુખ્યમંત્રીએ કરેલ પોસ્ટ બાબતે કોથળામાંથી બિલાડું નીકળ્યું !
માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ
SHARE







માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ
મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાનું રાજકીય કિન્નાખોરીથી વિભાજ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે અને માળીયા તાલુકો નાબુદ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે જેથી તેને અટકાવવા માળિયા (મી) શહેર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને માળીયા તાલુકાનું વિભાજન અટકાવવા માટેની માંગ કરી હતી.
માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યુ હતું કે, માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરીને અન્ય બે તાલુકા બનાવવા માટેની કવાયત ચાલી રહી છે. જેમાં માળિયા-મિયાણા તાલુકાને માત્ર 4-5 ગામડાઓથી જ સિમિત રાખવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી આવા નિર્ણયની સામે અત્યારથી જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ ગામના લોકોને ધરાર નવા તાલુકાઓમાં સમાવવા માટેની કુટનીતિ ચાલી રહી છે. જો કે, વિકસિત અને સગવડોથી સજ્જ આમરણ (ચોવીસી) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકા માટે યોગ્ય છે તો પણ તેને તાલુકાનો દરજ્જો કેમ આપવામાં આવી રહ્યો નથી. જો પીપળીયાની જગ્યાએ આમરણને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તો મોરબી, માળિયા-મિયાણા અને જોડિયા તાલુકાના દુર દુર સુધીના અનેક ગામોના લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે. જેથી માળિયા મિયાણા તાલુકાનું વિભાજન કરવું યોગ્ય ન હોય તેને યથાવત રાખીને વિકાસના પંથે લઇ જવામાં આવે અને નવા તાલુકાઓના ઉદ્ભવની બાબત સ્થગિત કરીને શહેરીજનો તથા તાલુકાના લોકો સહમત થાય પછી જ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આમ કરવામાં નહીં આવે તો તાલુકાના તમામ લોકોને સાથે રાખીને આંદોલન કરાશે કરવાની આ ને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
