મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં વાતચીત ન કરતી યુવતીને છરી બતાવીને મારી નાખવાની પૂર્વ પ્રેમીએ આપી ધમકી


SHARE







મોરબીમાં વાતચીત ન કરતી યુવતીને છરી બતાવીને મારી નાખવાની પૂર્વ પ્રેમીએ આપી ધમકી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બ્યુટી પાર્લરમાં નોકરી કરતી યુવતી સાથે જે શખ્સને પ્રેમ સંબંધ હતો તે શખ્સની સાથે યુવતી વાતચીત કરતી ન હતી અને તેને બોલાવતી ન હતી જેથી તે શખ્સે યુવતીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી બતાવી હતી જેથી ભોગ બનેલ યુવતીમોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની દીકરી બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી અને તેને અગાઉ તોફીક ગુલામહુસેન સુમરા રહે, વીસીપરા મોરબી વાળા સાથે પ્રેમ સંબંધ હતો. જો કે ત્યારબાદ યુવતીએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને તેને બોલાવતી પણ ન હતી જેથી આરોપીએ તે યુવતીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને છરી બતાવી હતી જેથી ભોગ બનેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News