સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

હળવદમાં મોગલ માતાજીનો ભૂવો ફિરોજભાઈ સંધિ !: જાથાની ટીમે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારનો કર્યો પર્દાફાશ


SHARE



























હળવદમાં મોગલ માતાજીનો ભૂવો ફિરોજભાઈ સંધિ !: જાથાની ટીમે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારનો કર્યો પર્દાફાશ

મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવાના નામે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી અને લોકોને બ્રહ્મમાં નાખીને માતાજીની ટેક રાખવામાં આવતી હતી જે અંગે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા તે ભુવાને ઘરે જઈને તેની ધતિંગ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ભુવાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને હળવદમાં ફરિયાદ નોંધાવવા માટે થઈને તજવીજ હાથ ધરી હતી

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ લોકોને ભૂત, પ્રેત, ડાકણ, ભારે નજર અને તેઓના દુઃખ દર્દ દૂર કરવાની વાતો કરીને બ્રહ્મમાં નાખવામાં આવતા હોય છે અને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોય છે ત્યારે આવી કોઈ પણ ફરિયાદ જ્યારે ભારત જનવિજ્ઞાન જાથાની ટીમને મળતી હોય છે ત્યારે જાથાની ટીમના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને તેઓની ટીમ સ્થળ ઉપર જતી હોય છે અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને બ્રહ્મમાં નાખનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે હળવદ શહેરમાં ધાંગધ્રા દરવાજાની અંદરના ભાગમાં આવેલ વિસ્તારમાં ફિરોજભાઈ સંધિ કે જે પોતાને મોગલ માતાજીનો ભુવો છે તેવું કહે છે અને છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ નાખીને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે તથા દર રવિવારે અને મંગળવારે દુઃખી લોકોને જોવાનું કામ કરે છે તેમજ માતાજીની પાઠ નાખી નિસંતાનને સંતાન આપવાની ક્રિયાકાંડો તથા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે અને મેરુપરની વાડીના રસ્તેથી પોતાને માતાજી મળ્યા છે તેઓ દાવો કરીને ઘરમાં મઢની સ્થાપના કરી છે અને પોતે ત્રણ દીકરી અને દીકરાની જાહેરાત કરી હતી જે ખોટી પડી છે આવું જાથાની ટીમના જયંતભાઈ પંડ્યા એ જણાવ્યું છે અને તેઓને મળેલી ફરિયાદ આધારે તેઓ પોતાની ટીમ સાથે ફિરોજભાઈ સંધિના ઘરે પહોંચ્યા હતા અને તેને અંધશ્રદ્ધા ફેલાવવાનું, લોકોને બ્રહ્મમાં નાખવાનું, મોગલ મા ની માનતા રાખવાનું અને મંગળવારની ટેક રાખવાનું બંધ કરાવવા માટે થઈને કહ્યું હતું જોકે ફિરોજભાઈ સંધિએ જાથાની ટીમને એવું કહ્યું હતું કે હું માતાજીમાં માનું છું, માતાજીના પાઠ કરું છું અને લોકો શ્રધ્ધાથી મારે ત્યાં આવે છે હું કોઈને ના પાડીશ નહીં જેથી કરીને આ બાબતે જાથાની ટીમના મહિલા સભ્ય દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાની જાતને મોગલ માતાનો ભુવો ગણાવતા ફિરોજભાઈ સંધિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને લેખિતમાં અરજી આપી છે જેથી કરીને હળવદ પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News