મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીમાં બે માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલાનું દવા પી જતા મોત, નણંદ પતિના હાથ-પગ માથું દબાવતી હોય તે વાતનું માઠુ લાગી આવતા પગલું ભર્યું !?


SHARE













મોરબીમાં બે માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલાનું દવા પી જતા મોત, નણંદ પતિના હાથ-પગ માથું દબાવતી હોય તે વાતનું માઠુ લાગી આવતા પગલું ભર્યું !?

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અને મૂળ ટંકારાના નવોઢાએ તેના ઘરે દવા પી લીધી હતી જેથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજેલ છે.જેને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારાની પુનમબેન દલપતભાઇ ગોહીલ (૧૯) નામની યુવતીએ મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર શેરી નંબર-૧ માં રહેતા યોગેશભાઈ મનસુખભાઈ ઝાલા મોચી સાથે બે માસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. અને દરમિયાનમાં ગઈકાલ તા.૯-૧૦ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પૂનમબેન યોગેશભાઈ ઝાલા નામની નવોઢાએ તેના ઘરે દવા પી લેતા અત્રેની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.અહીં ટૂંકી સારવાર દરમિયાન પૂનમબેન નામની નવપરિણીતાનું મોત નિપજયુ હતું.જેથી ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઇ જવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ સી.એમ.કરકર તપાસ માટે પહોંચ્યા હતા.તેઓ સાથે વાત કરતા તપાસ અધિકારીએ જણાવ્યું હતુ કે, પ્રાથમિક ધોરણે તપાસમાં એવુ સામે આવ્યું છેકે મૃતક પૂનમબેનના પતિ યોગેશભાઈના સગા બહેન ક્રિષ્નાબેન યોગેશભાઈના હાથ-પગ અને માથું દબાવી દેતા હોય કે માથામાં તેલ નાંંખી દેતા હોય તે બાબતનું પુનમબેનને માઠું લાગી આવવાથી બોલાચાલી થઈ હતી અને તેમાં લાગી આવતા પૂનમબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.હાલ બનાવ અંગે ટંકારા રહેતા મૃતકના માતા-પિતાને જાણ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.જોકે મૃતકે પ્રેમ લગ્ન કર્યા હોય તેણીના પરિવારજનો આવવા માટે રાજી ન હોવાનું પણ પોલીસ અધીકારી સાથેની વાતચીતમાં સામે આવ્યું છે.હાલ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં રહેતા મનહરલાલ તળશીભાઈ પરમાર નામના ૭૨ વર્ષના વૃદ્ધ પગપાળા શંકર મંદિર બાજુ જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન હડફેટે ઈજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી સામેકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ ઉજાણા નામના ૩૫ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે લઈ જવાયો હતો.તે રીતે જ મોરબીના લાલપર ગામે આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા લાલાભાઇ બચુભાઈ ઉપસરીયા (૩૨) નામના યુવાનને ઘર પાસે મારામારીમાં ઈજા થયેલી હોય સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના જાંબુડીયા ગામે રહેતા મહેશ ધીરુભાઈ ઉચાણા (૩૦) તથા જયદીપ વિનયભાઈ ઉચાણા (૧૦) નામના બે લોકો બાઈકમાં જતા હતા ત્યારે અચાનક રીક્ષા આડી ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાઓ થતા બંનેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મૂળ બનાસકાંઠાના અને હાલ મોરબીના હરીપર (કેરાળા) ની સીમમાં રોલેક્ષ સિરામિક નજીક આવેલી યુનિટના લેબર કવાટરમાં રહી મજુરી કામ કરતા ગોવિંદભાઈ પોપટભાઈ નામના ૧૯ વર્ષના યુવાનને ગળાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.તેમજ મોરબી નજીકના વનાળીયા ગામે આવેલ ઓમ રિસોર્ટ પાસે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં હુસેનભાઇ જુસબભાઇ સુમરા (૬૫) રહે.ગુલાબનગર વીસીપરા મોરબીને અહિંની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.




Latest News