મોરબી: સાહિલને રશિયન સરકાર-આર્મીએ ફસાવ્યો, યુક્રેનમાં તેણે કોઈ નુકશાન કર્યું નથી, ભારત સરકાર અમારી મદદ કરે: હસીનાબેન માજોઠી
SHARE







મોરબી: સાહિલને રશિયન સરકાર-આર્મીએ ફસાવ્યો, યુક્રેનમાં તેણે કોઈ નુકશાન કર્યું નથી, ભારત સરકાર અમારી મદદ કરે: હસીનાબેન માજોઠી
મારા દીકરા સાહિલ મજોઠીના રશિયાની સરકારી અને તેની આર્મી ફસાવેલ છે અને તેને યુક્રેનમાં કોઈ પણ પ્રકારનું નુકશાન કર્યું નથી જેથી મારા જીવનનો એક માત્ર આધાર મારો દીકરો છે જેથી તેને ભારત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુક્રેન સરકાર સાથે વાટાઘાટ કરીને મારા દીકરાને ભારત પરત લઈ આવવા માટે આવે તેવી મોરબીના સાહિલ માજોઠીના માતાએ માંગ કરી છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજોઠીનો 22 વર્ષીય યુવાનનો દીકરો મજોઠી સાહિલ જાન્યુઆરી 2024 માં રશિયામાં બિટેકનો અભ્યાસ કરવા માટે ગયો હતો અને ત્યાં અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં નોકરી કરતો અને અને એપ્રિલ 2024 માં તે કુરિયર આપવા માટે જતો હતો ત્યારે રશિયાની પોલીસે તેને પકડ્યો હતો અને તેની પાસે રહેલ જે પાર્સલ હતું તેમાંથી 20 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી કરીને ત્યાની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સહિતલને 7 વર્ષની સજા કરવામાં આવી હતી. અને તે રશિયાની જેલમાં હતો ત્યાંથી યુક્રેન સામે યુધ્ધ લડવા માટે કેવી રીતે તે પહોચ્યો તેની કોઈ માહિતી તેની માતા પાસે નથી રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે સાહિલને મોકલવામાં આવેલ હતો જો કે, તેણે કોઈ યુદ્ધ કર્યું નથી અને યુક્રેનમાં કોઈપણ પ્રકારનું નુકશાન કર્યું નથી. અને તે જેલમાં હતો ત્યારે તેને રશિયાની સીટીઝન શીપ, સરકારી નોકરી અને સજા માફી સહિતના પ્રલોભનો આપવામાં આવ્યા હતા જો કે, સાહિલે રશિયાની સરકારે આપેલ એકપણ પ્રલોભન સ્વીકાર કર્યો ન હતો.
સાહિલ રશિયાની જેલમાં હતો ત્યારે તેણે જેલમાંથી મુક્ત કરાવવાનું કહીને 10 મિલિયાન રૂપિયા માંગવામાં આવતા અને રૂપિયા માંગનાર શખ્સ ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું અને રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભારતીય એમબેસી દ્વારા ભારતીય નાગરિકોને રશિયાની સરકાર દ્વારા કોઈ પણ લાલચ કે પ્રલોભન આપવામાં આવે તેમાં ન આવવા માટેનો પત્ર જાહેર કરવામાં આવેલ હતો જો કે, તેની જાણ તેના દીકરાને જેલમાં કરવામાં આવી જ ન હતી અને છેલ્લે ત્રણ મહિના પહેલા તેનો પત્ર આવેલ હતો ત્યાર પછી કોઈ વાત હસીનાબેનને તેના દીકરા સાહિલ સાથે થયેલ નથી અને તેણે યુક્રેનમાં તેણે સરેન્ડર કર્યું છે તેની જાણ પણ સાહિલાના પરિવારને વિડીયો મારફતે થયેલ હતી. ઉલ્લેખનીય છે કે, સાહિલાનો જન્મ થયો ન હતો ત્યારે જ તેની માતા હસીનાબેનની તેના પતિ સાથે તલાક થઈ ગયેલ હતી ત્યાં બાદ તેમણે પોતાના દીકરાના ઉછેર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને દરજી કામ કરીને પોતાના દીકરાને સયાન્સ નો અભ્યાસ કરાવ્યો હતો.
મોરબીમાં સાહિલના તેના નાના-નાની, મામા-મામી અને માતા હસીનાબેન સાથે રહેતો હતો અને મોરબીમાં ભણતો હતો ત્યારે પણ તેના ઘરની પરિસ્થિતી નબળી હોવાના કારણે તે સિરામિક કારખાનામાં નોકરી કરતો હતો અને ત્યાર બાદ તેણે વધુ ભણવા માટે પરિવારે પેટે પાટા બાંધીને રશિયા મોકલ્યો હતો. જો કે, હાલમાં રશિયા સરકાર દ્વારા તેને પહેલા ડ્રગ્સના કેસમાં અને હવે યુક્રેન સામે ફસાવવામાં આવેલ છે. જેથી માજોઠી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા દરમ્યાનગીરી કરીને સાહિલ માજોઠીને ભારત વહેલી તકે પરત લઈ આવવામાં આવે તેવી માંગ માજોઠી પરિવાર કરી રહ્યો છે.
