મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ પકડાયા


SHARE













મોરબીના વજેપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ પકડાયા

મોરબીના વજેપર શેરી નંબર 13 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 3,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વજેપર શેરી નં- 13 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ વિનુભાઈ પોયલા રહે. કાલિકા પ્લોટ શેરી નંબર 2 મોરબી, જયેશભાઈ હમીરભાઇ ખાંભલા રહે. લીલાપર રોડ સ્મશાનની આગળ મોરબી, પૂનમબેન રામજીભાઈ બાંભણીયા રહે. વજેપર શેરી નંબર 11 મોરબી, ઝરીનાબેન સલીમભાઈ સુમરા રહે. કાલિકા પ્લોટ શેરી નંબર 5 મોરબી અને જશુબેન દિલીપભાઈ પોયલા રહે. ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,900 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપમાં ઇજા

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા ધનજીભાઈ વાલજીભાઈ મકવાણા (49) નામના વ્યક્તિ રફાળેશ્વર ગામ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા તો મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા ધીરુભાઈ પ્રભુભાઈ મિયાત્રા (55) નામના આધેડ ભરતનગર ગામ પાસે નીલકંઠ પેટ્રોલ પંપ નજીકથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબીના ફડસર ગામે રહેતા સંજયભાઈ કિશોરભાઈ નિમાવત (40) નામના વ્યક્તિ સિકોતર માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News