મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી દિપાવલીની ઉજવણી


SHARE







કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાસરહદના સંત્રીઓ સાથે કરી દિપાવલીની ઉજવણી

દિપાવલી - નુતન વર્ષના પર્વ નિમિતે BSF હેડ ક્વાર્ટર - કોડકી રોડ - ભુજ મધ્યે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને ૮૦૦ થી વધુ મીઠાઇના બોક્સ આપી શુભેચ્છા પાઠવી હતી. સાંસદ છેલ્લા ૧૨ વર્ષ થી દરેક મોટા પ્રસંગોએ કચ્છની વિવિધ બોર્ડર પર જઇ આપણા સરહદના સંત્રીઓ સાથે મળી લાગણી ભાવનાઓની આપ લે કરે છે.

દેશના વિવિધ પ્રાંતોમાંથી પોતાના વતન પરિવાર થી દૂર માં ભોમની રક્ષા માટે સરહદે તૈનાત રહે છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી જેવી રીતે દર તહેવારોએ તેમની વચ્ચે તેમની સાથે દેશની સરહદે, દુર્ગમ વિસ્તારો માં હાજરી આપી શુભેચ્છા પાઠવે છે. તેમની આ ભાવનાઓ માંથી પ્રેરણારૂપ સાંસદશ્રી વિનોદભાઇ પણ અચુક અવિરત જવાનો સાથે સંપર્ક માં રહે છે. તેમણે આજે BSF હેડ ક્વાર્ટર ૮૦૦ થી વધારે મીઠાઇ ના બોક્ષ તેમજ રાપર તાલુકાનાં કુડા બોર્ડર ચેક ઉપર ૨૦૦ મીઠાઇ બોક્ષ મોકલાવ્યા હતા. 

આ પ્રસંગે BSF ડી.આઈ.જી. વાય.એસ. રાઠોડ કમાન્ડર સુરેન્દ્રસિંહ, ઈન્સ્પેકટર અજયલાલ, રાકેશસિંગ, સબ ઈન્સ્પેકટર સુરેન્દ્રકુમાર, હેડ કોન્સટેબલ હરમીતસીંગ, કોન્સટેબલ હાશીલઉર રહેમાન તેમજ મહિલા કોન્સ્ટેબલોની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, સર્વ દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ રશ્મિબેન સોલંકી, નરેશભાઇ મહેશ્વરી, મોહન ચાવડા, અશોક હાથી, કમલ ગઢવી, જયેશ ઠક્કર, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, પ્રફુલસિંહ જાડેજામાવજીભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, ચેતન ઠક્કર, વીજુબેન રબારી, મનીષાબેન સોલંકી, દીપકભાઈ ડાંગર, દીપક સિજુ વિગેરે લોકોએ હાજરી આપી હતી.






Latest News