કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી દિપાવલીની ઉજવણી
મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી કર્ણાટક રાજ્યમાંથી પકડાયો
SHARE














મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી કર્ણાટક રાજ્યમાંથી પકડાયો
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સેનેટરી વેરના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરા તથા આરોપી બંને કર્ણાટક રાજ્યના મેંગલુરુ જિલ્લાના નામ પનામ્બુરમાં હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપરથી આરોપીને હસ્તગત કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમા આવેલ તથાસ્તુ સેનેટરીવેર નામના કારખાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીનું ગત તારીખ 28/8/2024 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી જો કે, લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને સગીરાને અપગરણ કરીને કર્ણાટક રાજ્યના મેંગલુરુ જિલ્લાના પનામ્બુરમાં લઈ જવામાં આવી હોવાની ચોક્કસ હકીકત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસી ટીમ કર્ણાટક રાજ્યમાં પહોંચી હતી અને ત્યાં જઈને સ્થળ ઉપરથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને સગીરાને કબજામાં લેવામાં આવી હતી અને બંનેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લાવ્યા બાદ આરોપી સુર્જીયો કાન્ત ઉર્ફે સીપુ નિમાયચંદ કર (30) રહે. તથાસ્તુ સેનેટરી વેરના લેબર ક્વાર્ટરમાં રંગપર ગામની સીમ મોરબી મૂળ રહે. નીલડા ગામ જીલ્લો બલેશ્વર ઓરિસ્સા વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

