મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું: વાંકાનેરના લક્ષ્મીપરામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના આંદરણા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું: વાંકાનેરના લક્ષ્મીપરામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના આદરણા ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા યુવાને તેના પત્ની સાથે ઘર કંકાશ રહેતો હોય કંટાળી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા (29) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક હળવદના ચરડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ગરીયા ચલાવી રહ્યા છે

વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ (37)ને તેના પત્ની સાથે ઘર કંકાસ રહેતો હોય હાનિભાઈએ કંટાળી જઈને પોતે પોતાની જાતે ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News