ટંકારામાં પાલક ચડીને પ્લાસ્ટર કરતાં સમયે દિવાલ વચ્ચે દબાઈ જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
ટંકારામાં પાલક ચડીને પ્લાસ્ટર કરતાં સમયે દિવાલ વચ્ચે દબાઈ જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું મોત
ટંકારામાં ઇન્દ્રપ્રસ્થ-3 ના ગ્રાઉન્ડની બહારના ભાગમાં બે દિવાલ વચ્ચે પાલક ઉપર ઉભા રહીને પ્લાસ્ટર કામ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન કોઈ કારણોસર દિવાલ નમી જતા બે દિવાલ વચ્ચે દબાઈ જવાથી માથામાં ઇજા પામેલા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારામાં ઇન્દ્રપ્રસ્થ-3 ના ગ્રાઉન્ડની બહારના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા લુઈસભાઈ સીરીલભાઈ વસુનીયા (27) નામનો યુવાન શાલીગ્રામ સિગ્નેટ કોમ્પ્લેક્સ લતીપર રોડ ઉપર ગોકુલધામ ખાતે બે દિવાલ વચ્ચે પાલક ઉપર ઉભા રહીને પ્લાસ્ટર કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર દિવાલ નમી જતા બે દીવાલની વચ્ચે દબાઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજેશભાઈ સીરીયલભાઈ વસૂનીયા (35) રહે. હાલ રેલ્વે સ્ટેશન રોડ મીડલ સ્કૂલની બાજુમાં ઝુપડામાં મોરબી મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









